
ભારત દેશની દીકરી સુનિતા વિલિયમ્સ એ પ્રખ્યાત ભારતીય અમેરિકી અવકાશ યાંત્રિક છે, જેમણે નાસાની અવકાશ મિશનમાં ભાગ લીધો અને પુરા ભારત માટે વિશ્વભરમાં ગૌરવ વધાર્યો છે. તેમનો જન્મ 19 સપ્ટેમ્બર, ૧૯૬૫માં થયો. સુનીતા ના પિતા મૂળ ભારતીય હતા, જેમણે ભારતીય નેવી સેનાની ભૂમિકાઓ ભજવી. તેમજ તેમની માતા મૂળ યુ. કે. થી છે.
સુનિતા વિલિયમ્સને તેના શરૂઆતી જીવન દરમિયાન માતા-પિતા દ્વારા પ્રેરણા મળી કે તેઓ શૈક્ષણિક અને કૌશલ્યની મજબૂતીઓ ધરાવે. તેમણે એરોસ્પેસ એન્જિનિયરિંગ દ્વારા બેચલર ઓફ સાયન્સ અને માસ્ટર ડિગ્રીઓ મેળવી. સુનિતા વિલિયમ્સ ના વિચારો અને અભિગમ હંમેશા સ્વતંત્રતા અને ચિંતન શક્તિથી ભરપૂર રહ્યા. Space X crew – 9, Boeing crew fight test જેવા અનેક મિશનો સફળતાપૂર્વક પાર કરીને ભારતની આ દીકરીએ પોતાનો પરિચય આપ્યો છે.
હાલના સમયમાં, સુનિતા વિલિયમ્સ અવકાશમાં નવ મહિના રહીને પૃથ્વી પર સફળતાપૂર્વક પાછા આવ્યા છે. એમના જીવનની આ સફળતાએ પૂરા ભારતભર નું નામ વિશ્વભરમાં ગુંજાવ્યું તો છે જ પણ તેમની હિંમત, લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનું દ્રઢ મનોબળ તેમજ સકારાત્મકતા જેવા ગુણોનો પરિચય તમામ દેશના નાગરિકોને તેમની સફળતાએ કરાવ્યું છે.
અવકાશમાં રહીને પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલ સુનિતા વિલિયમ્સ એ હિન્દુ ગ્રંથોમાં ભગવત ગીતા, ઉપનિષદ અને ભગવાન ગણેશની મૂર્તિ ને પોતાની સાથે રાખી હતી. હિંદુ ધર્મ અનુસાર ભગવાન ગણેશજીને વિઘ્નહર્તા દેવ તરીકે પૂજવામાં આવે છે. સુનિતા વિલિયમ્સ ની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા તેમજ તેમની શ્રદ્ધામાં દ્રઢ વિશ્વાસ એ દરેક જણ એ જીવનમાં કેળવવા યોગ્ય છે.
નવ મહિના અવકાશમાં રહીને પણ સુનિતા વિલિયમ્સ એ નાશાને તેમજ વિશ્વને પોતાની સકારાત્મકતાના ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા. જીવનની આવી પરિસ્થિતિમાં પણ તેઓ નીડરતાથી રહીને તમામ પડકારો સાથે લડ્યા, જે ખરેખર પ્રશંસનીય તેમજ સૌના જીવન માટે પ્રેરણારૂપ સ્ત્રોત બન્યો છે.
ધન્ય છે ભારત દેશ અને ભારત દેશની દીકરી – સુનિતા વિલિયમ્સ. જેમણે પોતાના જીવન કૌશલ્યથી પૂરા ભારત દેશને અનેક જીવન બોધો આપ્યા છે. અહીં સુનીતા ના જીવન માંથી મળતા કેટલાક બૉધો, જે જીવનમાં દરેકને માટે ઉપયોગી બને તેમ છે.
1. શ્રમ: સુનિતા વિલિયમ્સનું જીવન એ આદર્શ ઉદાહરણ છે કે કેવી રીતે મહેનત, પ્રતિબદ્ધતા અને સતત પ્રયત્નો આપણને આપણાં લક્ષ્યાંક સુધી પહોંચાડી શકે તેમ છે. જો આપણું ધ્યેય મજબૂત હોય અને આપણે સતત પ્રયાસ કરીએ, તો સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે.
2. આધુનિક તાલીમ અને શિક્ષણ: તેમણે અવકાશ યાત્રા માટે ઊંચા સ્તરે પ્રયોગો અને તાલીમ લીધી. આ દર્શાવે છે કે જીવનમાં સફળતા માટે સતત અભ્યાસ, સીખવું અને નવું જ્ઞાન મેળવવું જરૂરી છે.
3. વિશ્વસનીયતા અને જવાબદારી: એક અવકાશ યાત્રીએ પોતાના ક્રૂ અને મિશન માટે પૂરી વિશ્વસનીયતા અને જવાબદારીના ભાવથી કાર્ય કરવું પડે છે. જીવનમાં પણ, આપણે દરેક કાર્ય માટે પ્રતિબદ્ધ રહેવું અને પોતાની જવાબદારીને નમ્રતાપૂર્વક સ્વીકારવું ખૂબ મહત્વપૂર્ણ છે.
4. વિશ્વની સેવા માટે કાર્ય: સુનિતા વિલિયમ્સના જીવનમાં સત્તાવાર અવકાશ મિશનો સિવાય, તેમણે સમગ્ર માનવતા માટે અગત્યના વૈજ્ઞાનિક સંશોધનો પર કામ કર્યું. આ દર્શાવે છે કે નિષ્ઠા અને મહેનતનો ઉપયોગ માનવજાતિની ભલાઈ માટે કરવાનો હોય છે.
5. વિશ્વસનીય હોવું: તેમના જીવનમાં ઘણીવાર મોટી સિદ્ધિઓ આવી, પરંતુ તેમણે પોતાની લાગણીઓ અને વિચારો માટે સદગુણોની જાળવણી રાખી. તેથી એ શિક્ષણ મળે છે કે આપણા વ્યક્તિત્વને જીવનમાં સકારાત્મક રીતે આગળ વધારવું જોઈએ.
આ રીતે, સુનિતા વિલિયમ્સના જીવન કૌશલ્યોથી દરેક વ્યક્તિને પ્રેરણા મળી શકે છે, જેમાં મહેનત, ધીરજ, પ્રતિબદ્ધતા, અને વિશ્વસનીયતા આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય છે.
ભારતદેશની દીકરી સુનિતા વિલિયમ્સને પ્રણામ.
✍️ ધિનલ એસ. ગાંવિત, વલસાડ.