
હોલિકા દહન, વર્ષમાં આ સુપ્રસિદ્ધ હિન્દુ ઉત્સવ ફાગણ માસની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે. આ ઉત્સવ પૌરાણિક કથા અને લોકકથાઓ પર આધારિત છે. વર્ષોથી હોલિકા દહનના પ્રસંગથી આપણને નૈતિક રીતે અનેક શીખવાની તકો મળી રહી છે. આ કથા પ્રાચીન હિન્દુ ગ્રંથો અને વૈદિક ગ્રંથોમાંથી પ્રગટેલી છે. ખાસ કરીને “ભગવત પુરાણ” અને “વિષ્ણુ પુરાણ” જેવી કથાઓમાં આ કથાનો ઉલ્લેખ મળે છે.
હોલિકા દહન કથા:
આપણે સૌ જાણીએ છીએ તેમ હોલિકા દહનની મુખ્ય કથા વાર્તા રાજા હિરણ્યકશિપુ અને તેમના પુત્ર પ્રહલાદની છે. રાજા હિરણ્યકશિપુ હિન્દુ દેવતાઓના કટાર વિરોધી હતા અને તેમના મનમાં ભગવાન વિશ્ણુ પ્રત્યે અમાનવીય દ્વેષ હતો. રાજા હિરણ્યકશિપુ એ તેમના જીવન દરમિયાન પોતાને દેવી-દેવતાઓ કરતાં મહાન માન્યો અને તેઓએ પૃથ્વી પર ભગવાન વિષ્ણુ ની ભૂમિકા ખતમ કરવા માટે કોઇપણ હદ સુધી જવા માટે તૈયાર હતા.
પ્રહલાદ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા. પ્રહલાદને ભગવાન વિષ્ણુ પ્રત્યે એવી ઊંડી શ્રદ્ધા અને ભક્તિ હતી કે, એ સ્વયં રાજ્ય પદના અધિકારીએ અથવા પિતાના શિક્ષણના વિરુદ્ધ જતાં, હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિ કરતાં રહેતા. આથી રાજા હિરણ્યકશિપુ ખૂબ ગુસ્સે હતા અને તેઓએ પ્રહલાદનું જીવન પૂરું કરવા માટે ઘણી વખત અલગ-અલગ ઉપાયો કર્યા, પરંતુ દરેક વખતે પ્રહલાદ ભગવાનની કૃપાથી બચી ગયા.
એકવાર રાજા હિરણ્યકશિપુએ તેમની પોતાની બહેન હોલિકા, જે અગ્નિથી સુરક્ષિત વરદાન પ્રાપ્ત હતી, તેને સંદેશો આપીને પ્રહલાદને આગમાં બેસાડવાનો આદેશ આપ્યો. હોલિકા, જે અસાધારણ શક્તિ ધરાવતી હતી, તે આગમાં બેઠી અને પ્રહલાદને પણ સાથે બેસાડી લીધો. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી, હોલિકા આગમાં નાશ પામી, જ્યારે પ્રહલાદ બચી ગયા.
આ કથા એ દર્શાવે છે કે જ્યારે વ્યક્તિએ ભગવાન પર શ્રદ્ધા અને ભક્તિ રાખી છે, ત્યારે તે અનુકૂળ પરિણામોને પામે છે, અને દુષ્ટતાથી પણ જીવનમાં વિમુક્ત બની રહે છે.
હોલિકા દહન કથા થી આજના જીવનમાં શીખવા જેવી બાબતો:
1. દુષ્ટતા પર સત્ય અને ધર્મની વિજય: હોલિકા દહનની કથા આપણને એ વાત શીખવાડે છે કે દુષ્ટતા અને અહંકારના મકાનમાં જીવન જીવવું માત્ર આપણા સમયનો દુરુપયોગ જ છે. હિરણ્યકશિપુને ભગવાન માટેના આદરનો અભાવ હતો, અને તેનું દુષ્ટ પથ તેનું નાશ કરાવવાનો કારણ બન્યું. આજના જીવનમાં પણ, જયારે આપણે ખોટા માર્ગ પર ચાલતા હોઈએ છીએ, તો વાસ્તવિક શક્તિ અને સત્યનો પથ જ આપણને જીવનમાં સાચો માર્ગ પ્રદાન કરે છે.
2. વિશ્વાસ અને ભક્તિની શક્તિ: પ્રહલાદની શ્રદ્ધા અને ભક્તિમાં એવી શક્તિ હતી કે તેણે બધી મુશ્કેલીઓને પાર કરી. આજે આપણા જીવનમાં પણ, જ્યારે આપણે આપણા કોઈપણ કાર્યમાં અણમોલ વિશ્વાસ અને શ્રદ્ધા રાખીશું, તો આપણે દરેક મુશ્કેલીમાંથી બહાર આવીશું. જ્યારે આપણે સમસ્યાઓનો સામનો કરતા હોઈએ ત્યારે આપણને ભગવાનની કૃપા અને વિશ્વાસ પર યથાવત્ રહેવું જોઈએ.
3. અહંકાર અને આત્મવિશ્વાસ: હિરણ્યકશિપુના અહંકારના કારણે તેનું નાશ થયું. તેણે ભગવાન વિશેના પોતાના અહંકારને વિશ્વસનીયતા સાથે નહિ સ્વીકાર્યું. આ કથા આપણને સંકેત આપે છે કે, જ્યારે આપણા મનમાં અહંકાર ઊભો થાય છે, તો આપણે ખોટા રસ્તે જઇને પોતાનું નાશ કરી રહ્યા હોઈએ છીએ. આ ઉપરાંત, પ્રહલાદના આત્મવિશ્વાસના કારણે તેણે બધી પરિસ્થિતિઓનો સફળતાપૂર્વક સામનો કર્યો.
4. આધુનિક જીવન: આજના સમયમાં, કોઈ પણ સમસ્યાને પરાજિત કરવું હોય, તો આપણે સૌએ હોલિકા દહનની કથા પરથી પ્રેરણા લેવું. દુઃખ, મુશ્કેલીઓ, અને બાધાઓમાંથી પસાર થતા સમયે, ન્યૂનતમ દૃઢતા અને હિંમત બતાવવી જોઈએ.
5. જીવનમાં શ્રદ્ધા અને પવિત્રતા: હોલિકા દહનનો એક મુખ્ય સંદેશ એ છે કે આપણે પોતાના જીવનમાં શ્રદ્ધા અને પવિત્રતા જાળવી રાખવી જોઈએ. ભક્તિ અને શ્રદ્ધામાં સામર્થ્ય છે કે તે દરેક મુશ્કેલીમાંથી આપણી રાહત માટે માર્ગ દર્શાવે છે.
અંતે, આ કથામાંથી શીખી શકાય તેવી વધુ મહત્વપૂર્ણ નૈતિક બાબતો:
૧.) દુષ્ટતા અને અહંકાર નાશ માટે નિશ્ચિત છે.
૨.) શ્રદ્ધા અને નિરંતર પ્રયત્નોથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે.
૩.) ન્યાય અને સત્યનો પથ ક્યારેય ખોટો ન પડે.
૪.) દરેક સ્થિતિમાં આત્મવિશ્વાસ અને સંકલ્પ સાથે લડવું.
✍️ ધીનલ એસ. ગાંવિત