
સંસારમાં ઈશ્વરે મુખ્ય સ્ત્રી ને પુરુષ એમ બે જાતીઓનું સર્જન કર્યું છે. સ્ત્રી અને પુરુષ બંનેની પ્રશંસા જીવનમાં સરખી જ છે. પણ આજના સમયમાં કેટલાક આ બાબતને સહજતાથી સ્વીકારી નથી શકતા. સ્ત્રીઓને લાગે છે કે પુરુષો સારા નથી હોતા અને પુરુષોને સ્ત્રીઓ. પણ આ વાત માત્ર સમજણશક્તિ ની છે. જો આપણી સમજણશક્તિ શ્રેષ્ઠ વિકસાવી ને જોઈએ તો સ્ત્રી ને પુરુષ બંને એક સિક્કાની બે બાજુઓ જ છે.
સામાન્ય રીતે સિક્કાની એક બાજુ લખાણ હોય એટલે કે અસ્તિત્વ અને બીજી સિક્કાની બાજુએ રાષ્ટ્રનું ઓળખાણ ચિન્હ. બસ જીવનમાં સ્ત્રીને પુરુષનો પણ કઈક આવો જ એકબીજા સાથે તાલમેલ હોય છે. સ્ત્રીની ઓળખાણ એક પુરુષ થકી જ હોય છે. જ્યારે એક પુરુષનું સંપૂર્ણ જીવન સ્ત્રી થકી જ અસ્તિત્વમાં હોય છે. વળી, એક કંઈ રીતે! ચાલો જાણીએ. સ્ત્રીના જન્મ થી જ તેના સાથે તેના પિતાનું નામ જોડાયેલું હોય છે. જ્યારે તેના લગન પછી તેનું નામ પાછળ તેના પતિનું નામ લખવામાં આવે છે, પુરુષ થકી જ સ્ત્રીની ઓળખાણ હોય છે. તે જ રીતે એક પુરુષના જીવનનું અસ્તિત્વ સૌપ્રથમ તેની માતા તખી તે જીવનમાં આવે છે, ને ત્યારબાદ તેના લગ્ન પછી તેનું પૂરું જીવન તેની પત્ની સાચવતી હોય છે, સ્ત્રી થકી જ પુરુષના જીવનનું અસ્તિત્વ જળવાતું હોય છે.
સંસારમાં સ્ત્રી વગર પુરુષ અને પુરુષ વગર સ્ત્રી રહી નથી શકતા. તેઓ તેમનું જીવન એકબીજા વગર વિતાવી નથી શકતા. જ્યારે સ્ત્રી ને પુરુષ એક થાય છે ત્યારે જ તેઓ બંને પરિપૂર્ણ બને છે. આથી જ સ્ત્રી ને પુરુષ બંને એકમેકના જીવનનો આધારસ્તંભ બનીને જીવન જીવતા હોય છે. ને ખરું જીવન ત્યારે જ પરિપૂર્ણ પણ બને.
એક સ્ત્રી હંમેશા પોતાના પ્રેમ થકી પુરુષના જીવનને ઉજાગર તેમજ સૌંદર્યમય બનાવતી હોય છે. જ્યારે એક પુરુષ હંમેશા પોતાના પ્રેમ થકી હંમેશા સ્ત્રીની જવાબદારી લેતો હોય છે. એવું નથી કે સ્ત્રી પોતે પોતાની જવાબદારી લઈ નથી શકતી પણ પુરુષની એ પ્રથમ ફરજ હોય છે કે તેની સ્ત્રી હંમેશા ભારવિહીન જીવન જીવી શકે અને આથી જ તે સ્ત્રીને હંમેશા, પોતે દુઃખ સહન કરીને પણ પોતાના પ્રેમનો છાંયો આપતો હોય છે.
આ જીવનમાં સ્ત્રી અને પુરુષ બંનેની જાતિ અલગ છે. પહેરવેશ પણ જુદો. તો પછી આપણે એ કઈ રીતે કહી શકીએ કે સ્ત્રી જ સર્વશ્રેષ્ઠ અને પુરુષ માત્ર શ્રેષ્ઠ! જીવનમાં સ્ત્રી અને પુરુષ બંને એકબીજા માટે એકસરખા હોય છે. જો આમ નહિ હોત તો સ્ત્રીપુરુષની જોડી સંસારમાં શક્ય જ ન હોત. સ્ત્રી પુરુષના પ્રેમ વિના અધૂરી છે અને પુરુષ સ્ત્રીના પ્રેમ વિના. આથી, જ સ્ત્રી અને પુરુષ બંને ભિન્ન જાતિઓ હોવા છતાં પણ તેઓ એક સિક્કાની બે બાજુઓ છે.
✍️ ધિનલ એસ. ગાંવિત, વલસાડ.