
જીવનનું એક વર્ષ પૂર્ણ થયું અને બીજું વર્ષ આવી ગયું. નવું વર્ષ, નવો મોકો, નવી શતરંજ, નવી આશા, નવો આનંદ, નવો ઉલ્લાસ, નવી ખુશી, નવી અપેક્ષાઓ, નવો રંગ તેમજ નવો સમય.
જીવનના આ નવા વર્ષને સૌની સાથે મળીને ઉત્સવમય બનાવી દેવું જોઈએ એવા આગ્રહથી આપણે નવા વર્ષની શરૂઆત સૌની સાથે કરવી જોઈએ. નવા વર્ષમાં નવી સમજણ અને નવા ગુણો કેળવવાનો સંકલ્પ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કરવો જોઇએ.
“પરિવર્તન હી સંસાર કા નિયમ હે” જેવું ટાઈટલ તો આજના સોશિયલ મીડિયાના જમાનામાં આપ સૌએ સાંભળ્યું જ હશે. ખરા અર્થમા વર્ષનો પ્રારંભિક દિવસ એટલે કે અહીં આપણે તેને level up day કહીએ તે પણ ખોટું નથી.
વિશ્વના તમામ લોકોએ આજે નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ દિવસ આપણા સૌનો છે. આ નવું વર્ષ આપ સૌને એક નવા લેવલ એટલે કે સ્થાન આપી રહ્યું છે. જીવનના આ નવા સ્થાન પર નવી આશાઓ પણ હશે, નવા સપનાઓ પણ હશે, નવી ખુશીઓ અને નવો ઉલ્લાસ પણ પાંગરશે.
Welcome to 2025. જેવા whatsapp સ્ટેટસ, instagram સ્ટોરી, facebook પોસ્ટ અને ટ્વીટ તો આપ સૌએ નવા વર્ષમાં જોયું જ હશે. ઉપરવાળો માલિક એટલે કે ઈશ્વર, પરમાત્મા, અલ્લાહ તમે તેને જે પણ કહો તે નવા વર્ષમાં તમને નવી પ્રગતિ તરફ વળવાનો અવસર સૌ કોઈને આપી રહ્યો છે.
માત્ર કેલેન્ડર કે વર્ષ જ નથી બદલાયું. પરંતુ આજે આપણા તમામની જિંદગીનું નવું પ્રકરણ બદલાઈ રહ્યું છે. જિંદગીના આ નવા પ્રકરણમાં આપણે સૌએ નવા સુખ, આનંદ, નવો મોકો, દુખ, ખરાબ કે સારું નસીબ બધું જ અહીં જોવાનું છે. નવા કૌશલ્યો નવા ગુણો નવી બુદ્ધિ તેમજ નવી પરીક્ષા આપણે સૌ કોઈએ અહીંથી જ આપવાનું છે.
પ્રગતિનો મુખ્ય સિદ્ધાંત પરિવર્તન જ છે. જ્યારે જ્યારે પણ મનુષ્ય પોતાનામાં નવી બુદ્ધિ, નવા કૌશલ્ય, નવા આનંદ તેમજ ઉલ્લાસ્સો પોતાના જીવનમાં ભરે છે ત્યારે મનુષ્યમાં પરિવર્તન આવે જ છે તેમજ આ જીવનનો તમામ સાર જ પરિવર્તન છે.
જો મનુષ્ય પોતાના જીવનનો ભૂતકાળ ભૂલીને આગળ નહીં વધે તો કદાચ કુદરત આ સંસાર માંથી તેને મુક્તિ આપી દે તેમ છે. નવા પરાક્રમો, નવા પાસાઓ, નવા દુઃખો, તેમજ નવા પરિબળો સૌ મનુષ્યએ અહીં નવા વર્ષમાં જોવાના છે અને પોતાના જીવનને લેવલ અપ એટલે કે આગળ વધારવાનું છે.
થોડી હિંમત અને થોડી મહેનત,
થોડું ધૈર્ય અને થોડી અપેક્ષાઓ,
થોડું દુઃખ અને થોડી ખુશીઓ,
થોડી ચૂનોતીઓ અને થોડી સફળતાઓ,
થોડા પાસાઓ અને થોડા પરાક્રમો,
થોડી નિરાશાઓ અને થોડી વિજયતાઓ.
– ધીનલ ગાંવિત
આ તમામ આપણે અહીં જ જોવાનું છે. જે પણ છે એ મહત્વનું આજે જ છે. જીવન જીવવાનું છે તો આજના વર્તમાનમાં જ જીવવાનું છે અને કંઈક આપણી જાતમાં પરિવર્તન લાવીને આપણે ભવિષ્યમાં પ્રગતિ તરફ આગળ વધવાનું છે. તેમજ પ્રગતિ તરફ આગળ વધીને આપણા સૌ નજીકના વ્યક્તિઓ આપણા માતા-પિતા, ભાઈ બહેનો સૌને ખુશીથી ગર્વનો અનુભવ કરવવાનો છે.
ઉપરવાળો માલિક જેને આપણે પરમાત્મા, ઈશ્વર, ખુદા, અલ્લાહ તેમજ પિતા વગેરેથી ઓળખીએ છીએ. તે ઉપરવાળો માલિક પણ ઉપરથી બેસીને આપણા સૌની પ્રગતિ જોઈ રહ્યો છે. આથી દરેક દિવસ આનંદથી જેવો પરિશ્રમ કરીને આગળ વધો. કારણ કે તમે પ્રગતિ કરશો તો તમારા નજીકની વ્યક્તિની સાથે સાથે ઉપરવાળો માલિક પણ તમારી પ્રગતિ જઈને ખુશ થાય છે.
અંતમાં આટલું જ કહીશ,
કુછ નયા તો કુછ પુરાના, કુછ હસીન તો કુછ બેહતરીન, કુછ ખ્વાબસા તો કુછ અપના સા,
કુછ લમ્હે તો કુછ કિસ્સે, કુછ અચ્છા તો કુછ ભૂરા, અગર હુઈ ગલતી તો માફ કીજીએ ઓર કુછ અચ્છા લગે તો યાદ કીજીયે. (અજ્ઞાત)
– ધીનલ એસ. ગાંવિત, વલસાડ.