
એકતા સ્વતંત્રતા સમાનતા રહે
દેશ મે ચરિત્ર કી મહાનતા રહે
વિકાસ મે વિવેક, સપના એક રાષ્ટ્ર કા,
યોજના અનેક , ધ્યાન એક રાષ્ટ્ર કા,
કર્મ હે અનેક, લક્ષ્ય એક રાષ્ટ્ર કા,
પંથ હે અનેક, ધર્મ એક રાષ્ટ્ર કા. #દેશભક્તિ ગીત
સ્વતંત્રતાના પવિત્ર તેમજ આનંદના દિવસથી ભારત દેશનો કોઈ પણ નાગરિક અજાણ નથી. આપણો ભારત દેશ બ્રિટિશ શાસનમાંથી લગભગ ૨૦૦વર્ષ ગુલામીનાં દિવસોમાં જીવ્યો હતો. ૧૫ઓગસ્ટ,૧૯૪૭નાં રોજ આઝાદીનાં સૌપ્રથમ વાર પ્રધાનમંત્રી શ્રી જવાહલાલ નેહરૂજી એ દિલ્લીનાં લાલ કિલ્લા પર આપણા દેશનાં તિરંગાને લેહરાવેલ હતો.
સ્વતંત્રતાના આ પવિત્ર દિવસને આપણે સૌ ભારતવાસીઓ ખૂબ જ માન-સન્માન તેમજ ગૌરવથી ઉજવીએ જ છીએ. નાટકો, કાર્યક્રમો દેશભક્તિના ગીતોથી ભારતીયતાનું ગૌરવ પાથરતા હોઇએ છીએ. આઝાદીના આ પવિત્ર દિવસ પર આપણે આપણા દેશના તમામ વિરપુરૂષોને સન્માનિત કરીએ છીએ જેઓએ આપણા દેશની આઝાદી તેમજ દેશની રક્ષા માટે પોતાના પ્રાણોના બલિદાનો આપ્યા.
દેશના ગૌરવના આ દિવસે આપણી ભારતીયતાનું માન સન્માન વધારીએ આ બધું તો આપણા દરેક ભારતીય માં છે જ. પરંતુ આપણા ભારત દેશની વ્યક્તિગત સ્વતંત્રતા તેમજ આપણા દેશનો સંપૂર્ણ વિકાસ કરવામાં દેશના દરેક નાગરિકોની દેશ પ્રત્યેની ફરજોનો અમલ કરવાથી જ સાચા અર્થમાં દેશની સ્વતંત્રતા થાય છે.
આપણા ભારત દેશ પ્રત્યેની ફરજો સૌપ્રથમ વખત આઝાદીનાં સમય પછી ઈન્દિરાગાંધી સરકાર દ્વારા સરદાર સ્વર્ણ સિંહએ ભારતદેશના આદર્શ નાગરિક તરીકેની મૂળભૂત ફરજોને દાખલ કરેલ છે. જે અનુસાર અનુચ્છેદ 51-Aમાં આપણા દેશના રાષ્ટ્રીયધ્વજ “તિરંગો”નાં માન સન્માનની પણ વાતો થયેલ છે. 24/7/1947ના રોજ બંધારણીય સભાએ રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર કર્યો હતો. વર્તમાન રાષ્ટ્રીયધ્વજની ડિઝાઇન મેડમ ભીખાઈજી કામાએ તૈયાર કરી હતી. રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ 3:2 છે. રાષ્ટ્રધ્વજ ત્રણ રંગોમાં વહેંચાયેલ છે. કેસરી રંગ બલિદાનનું, સફેદ રંગ શાંતિ અને સત્યનો, લીલો રંગ વિશ્વાસ અને દાક્ષિણ્યનું પ્રતીક છે. વચ્ચે વાદળી રંગનું અશોક ચક્ર છે જે પ્રગતિનું પ્રતીક છે.
આપણા ભારતદેશ પ્રત્યેની આપણી ફરજોના કેટલાક નિયમો નક્કી થયેલ છે જેનું પાલન તમામ ભારતવાસીઓ અમલમાં મૂકે છે. બંધારણના આજ નિયમો આપણા દેશને સ્વતંત્રતા તરફ વાળે છે.
૧) રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારક અધિનિયમ-1971 મુજબ આપણા ભારતીય બંધારણ, દેશના રાષ્ટ્રગીત તેમજ રાષ્ટ્રધ્વજનું અપમાન થતાં અટકાવે છે.
૨) ભારતીય દંડ સંહિતા-1860 મુજબ રાષ્ટ્રીય અખંડિતતા માટે આક્રમક ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયેલ છે તેમજ સજાની જોગવાઈ કરેલ છે.
૩) નાગરિક અધિકાર રક્ષણ અધિનિયમ-1955 મુજબ ક્રાંતિ અને ધર્મ સંબંધિત ગુનાઓ માટે શિક્ષણની જોગવાઈ થયેલ છે.
૪) લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1951 મુજબ ધર્મને આધારે મત માંગવા તથા ધર્મ જ્ઞાતિ ભાષાના આધાર પર મતભેદ ઊભો કરનાર સાંસદ સભ્ય કે વિધાનસભ્યોને ચૂંટણી આયોજન અયોગ્ય જાહેર કરી શકે છે.
૫) વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 મુજબ નાશ પ્રાય વન્યજીવોના વેપાર પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
૬) વન સંરક્ષણ અધિનિયમ-1980 મુજબ અનિયંત્રિત જંગલો નાશ અને જંગલની જમીનોનો ઉપયોગ અન્ય કાર્યો માટે કરવા પર રોક લગાવેલ છે.
ચાલો મારા સૌ ભારતદેશના વાસીઓ,
આપણા જીવનમાં એક પહેલ,
સ્વ આઝાદી તરફ વળીએ.
જે આપણા દેશના વિરપુરૂષો,
સ્વતંત્રતા નામની ભેટ હાથમાં આપી ગયા,
તેને સાચવવા માટે એક પ્રયત્ન તરફ વળીએ.
ભારત દેશની ધરતીને હિતના કર્મોથી,
સ્વતંત્રતા નામની ભેટની પવિત્રતા તરફ વાડીએ
આકાશમાં આઝાદીના સ્વપ્નોના વાદળો ફેલાવી,
આદિ થી અંત સુધી,
ભારતીયતાનું ગૌરવ તરફ વળીએ.
(ધિનલ ગાંવિત)
આપણે સૌ ભારતવાસીઓ એક પગલું સ્વઆઝાદી તરફ ભરીશું ત્યારે જ આપણા ભારતદેશની સ્વતંત્રતાને પવિત્ર રીતે જાળવવામાં સફળ બનીશું. સ્વઆઝાદી એટલે આપણા વિચારોને સ્વતંત્ર રાખીને આપણા દેશના વિકાસના ઘડતરમાં ફાળો દરેક ભારતીયએ આપવાનો છે. આપણા તમામ વીરપુરુષો જે આપણને આઝાદીની અમૂલ્ય ભેટ આપી, તેનું માન-સન્માન અને ગૌરવ ભારત દેશના આદર્શ નાગરિક તરીકે જાળવવાનું છે. તેમજ દેશની આવનાર પેઢીને શ્રેષ્ઠ બનાવીને આપવાનું છે. આપણી સ્વઆઝાદીનાં કર્યોથી દેશની ભૂમિને વિકાસશીલ બનાવવાનું છે. આપણા સ્વઆઝાદીથી જોડાયેલા સ્વપ્ન અર્થાત વિચારોને ફેલાવીને દેશના વ્યક્તિત્વનાં વિકાસમાં દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવાનું છે. આપણા ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબએ આપેલ સૂત્ર “હમ આદિ સે અંત તક ભારતીય હૈ” – બોલતા જ એક ભારતીય હોવાનો ગર્વ મહેસૂસ થઈ આવે છે.
દેશના ૭૮માં આઝાદી પર્વની તમામ ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
