20) સ્વપ્નની ભરમાર

સ્વપનું એક ધારણા છે. જેને લક્ષ્ય સાધવા માટેનું પ્રથમ ચરણ પણ આપણે કહી શકીએ છીએ. દરેક વ્યક્તિને જીવનમાં સ્વપના જોવાની આઝાદી ઈશ્વર તરફ થી મળેલ છે. પણ એજ સ્વપ્નને સાકાર કરવા માટે સાહસ, મેહનત એ દરેક એ આપમેળે જ કરવી પડે છે. એમાં કોઈ શંકા નથી કે પરમેશ્વર તમને એ સ્વપનું પાર પાડવામાં મદદ ના કરે, બસ તમારી પરમેશ્વર પ્રત્યે શ્રદ્ધા હોવી જરૂરી છે.

સ્વપ્ના બે રીતે જોવાય છે. પ્રથમ પોતે જીવનમાં કયું સ્થાન ધરાવે છે જેમ કે ગરીબ, મધ્યમ, કે ઉચ્ચતર. આવા સ્પવાનાઓ સારા પરિણામ માં બદલાય છે. અને બીજું સ્વપનું ધારણ કર્યાના શુરૂઆતી સમયમાં જ અગણિત સ્વપનું ધારી લેવું. જીવનમાં આવા સ્વપ્નાઓ ક્યારેય પણ પુરા થતા નથી.

એક ઉદાહરણ તરીકે જોઈએ તો એક ગરીબ વર્ગનો મનુષ્ય કાયમ એમ જ વિચારે કે મને ક્યાંક જીવનમાં મોટી લોટરી લાગી જશે અને હું ખૂબ ધનવાન બની જઈશ. તો તે વ્યક્તિ નસીબના ભરોસા ઉપર કદાચ લોટરી એ લાગી પણ જાય તો એ વ્યક્તિનું સુખ ગણીને માત્ર થોડા જ સમય પૂરતું હોય છે.  જીવનમાં આવાં ઉદાહરણોને કારણે જ ઘણાખરા લોકોને સ્વપ્નાઓ પર વિશ્વાસ રહેતો નથી. પણ કદાચ એ જ ગરીબ કે મધ્યમ વર્ગનો મનુષ્ય ગરીબીની બહાર નીકળવાનું એક સ્વપનું ધારણ કરીને જીવનમાં રોજ પરિશ્રમ કરે તો જીવનમાં તે ભણીગણીને “કોન બનેગા કરોડપતિ” જેવા કાર્યક્રમો તેમજ અન્ય ભણતર કે ધંધાકીય પ્રવૃત્તિ કરીને પોતાના જીવનને ઉપર લાવી શકે છે.

એજ રીતે એક ઉચ્ચતર વર્ગનો વ્યક્તિ એમજ વિચારી લેય કે મારી પાસે ખૂબ ઘણા પૈસા છે. આથી તે જીવનમાં કંઈ પણ ના કરશે તો પણ ચાલી જશે તો એ ઉચ્ચતર વર્ગના વ્યક્તિને જીવનમાં મધ્યમ વર્ગ કે ગરીબીમાં આવતા વાર નથી લાગતી. ઉચ્ચતર વર્ગના વ્યક્તિને પણ ધારણા,વિચારણા કરવી પડતી હોય છે કે તે તેનું પદ જીવનમાં કેવી રીતે જાળવી રાખશે તેમજ તે પદને જીવનમાં વધુ આગળ કેવી રીતે લઈ જશે.

હાલ જ ગણપતિજી ના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. એ સ્વયં વિઘ્નહર્તા છે. એનાથી કોઈપણ પરિસ્થિતિને પાર ન પડાય એવું નહીં બને. આપણે આપણા જીવનમાં સ્વપ્નાઓને પાર પાડવામાં એ વિઘ્નહર્તાની પણ શરણ અચૂક લેવી જ જોઈએ. એની શરણમાં જવાથી આપણા જીવનમાં ધારેલા સ્વપ્નો સરળતાથી અડચણો હળવી બનીને પાર થઈ શકે એમ છે.

✍️ ધીનલ એસ. ગાંવિત, વલસાડ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *