14) “શ્રાધ પક્ષ” જે શ્રદ્ધાથી કરવામાં આવે એ જ સાચું શ્રાદ્ધ.

હમણાં શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો છે. જે હિન્દુ ધર્મમાં એક ઉત્સવના જેમ જ પવિત્ર સમયગાળો માનવામાં આવે છે. આપણે સૌ કોઈ પિતૃઓ માટે જાતજાતની ભોજન વાનગીઓ એમને બનાવીને ધરાવી રહ્યા છીએ. મનુષ્ય ગમે એટલો આગળ વધે પણ પોતાનો સ્વાર્થી એવો લોભ લાલચ વાળો સ્વભાવ તે ક્યાંય છોડી શકે એમ નથી. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ધરાવવામાં આવતો ભોગ પણ કદાચ એ પિતૃઓ પાસેથી પુણ્ય મેળવવાના હેતુથી કરતો જણાતો હોય છે.

વળી, એવું નથી કે શ્રાદ્ધ પક્ષમાં આ કાર્ય કરવું એ પુણ્ય આપે એમ નથી. પરંતુ જે માતાપિતાની હયાતીમાં આપણને તેમના ભોજન અંગેની સભાનતા જો ન કેળવી હોય તો આ શ્રાદ્ધ પક્ષ કરવો પણ નકામું જ નીવડે છે. આપણે જિંદગી જીવવામાં મોટા થઈને એટલા આગળ વધી જતા હોઈએ છીએ કે આપણા માતા-પિતા આપણી પાસેથી સમય માગવા માટે પણ મનમાં મૂંઝવણ અનુભવતા હોય છે કારણ કે તેઓ આપણા બાળ સંતાનોના લીધે ઘરમાં કંકાસ ઉત્પન્ન કરવા નથી માગતા હોતા.

અહીં ઓશોની પંક્તિઓ યાદ કરાવું તો,

મનુષ્ય ડરતા હૈ.
ઇસલિએ મૂર્દે કો પૂજતા હૈ.
જિંદા થે તબ સન્માન નહિ.
જીવન કા સન્માન નહિ.
અબ મૃત્યુ સે ગભરાતા હૈ.

આ સૃષ્ટિ પર જો ઈશ્વરનું જીવતું જાગતુ ઉદાહરણ જો આપણે જોઈએ તો તે આપણા માતા-પિતા જ શ્રેષ્ઠ ઉદાહરણ છે. માતા જેવી હુંફ અને પિતા જેવો સુખનો રોટલો આ સૃષ્ટિમાં કોઈ ખવડાવી શકે એમ નથી. જો જીવનમાં માતા પિતાનું સન્માન નહીં કરીએ તો આ જીવન જ નકામું છે એ કહેવું ખોટું નથી.

આપણી આસપાસની દરેક જગ્યામાં હંમેશા વિચારવા જનક બાબત એ છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઘરે ઘર પિતૃઓ માટે જાત જાતની વાનગીઓ બનાવીને ભોજન જમાડવામાં આવે છે અને આ જગ્યાના ખૂણે ખૂણે દરેક સ્થાને વૃદ્ધાશ્રમો પણ જોવા મળી જાય છે. બોલો હવે કેવી રીતે પિતૃઓ શ્રાધ પક્ષ દરમિયાન આશીર્વાદ આપવા આવતા હશે. માતા-પિતાના જીવતા સમયે જો તેમની ભરપૂર સેવા કરી લઈએ તોપણ આ શ્રાદ્ધ પક્ષમાં પુણ્યો કમાવવા નીકળવાની જરૂર રહેતી નથી.

આપણા માતા-પિતાના જીવતા સમયે જ જો એમને સહારો આપીને એમને બધું જીવનમાં અર્પણ કર્યું હોત તો પણ આપણા પિતૃઓ ઘણા બધા આશિષ આપી જાય તેમ છે. તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તર્પણની જરૂરિયાત નહીં ઊભી થાય. આ એક જીવનમાં તો આપણા માતાપિતાનું ઋણ ચૂકવવું એ અશક્ય ઘટના છે. અને આથી જ જન્મોનું ચક્ર સતત ચાલતું હોય છે. કાગવાસની પ્રથા તેમજ વેજ્ઞાનિક કારણો અનુસાર ભોજન મૂકવું એ સારી બાબત છે.

અંતમાં તો જે શ્રદ્ધાથી કરવામાં આવે એ જ શ્રાદ્ધ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *