17) શિવોહમ

પવિત્ર શ્રાવણ માસના દિવસો ચાલુ થઈ ગયા છે. સૌ કોઈ ભક્તજનો શિવ આગળ પૂજા, અર્ચના તેમજ પ્રાર્થનાઓ કરે અને પોતાનું કલ્યાણ પણ સાધે છે. વર્ષમાં આવતા આવા તહેવારો થકી જ આપણા હિન્દુત્વનું માન જળવાઈ રેહતુ હોય છે.

એવા પર ઉદાહરણો બને કે મનુષ્ય પુરા વર્ષ દરમિયાન શિવ આગળ માથું નમાવીને વંદન પણ ન કરતો હોય પણ શ્રાવણમાસ આવે એટલે પોતાનો કલ્યાણ સાધવા શિવને નમન કરવા જશે, તેમને પુજશે અને શિવ આગળ પોતાનું સુખ માંગશે. આમ છતાં તેને ભગવાન શિવનું કલ્યાણ મળે છે કારણ કે તે ભોળાનાથ છે.

આપણે સૌ કોઈ શિવોહમ્ ની વાત તો કરીએ છીએ પણ ખરેખર શિવોહમ્ એટલે કે હું જ શિવ છું. પણ જો ખરા અર્થમાં શિવને જાણીએ તો શિવ સૌનું કલ્યાણ જ કરે છે અને આપણે! વ્યક્તિ સાથે ઉપરસારો દેખાવટો કરીએ, પ્રેમ વરસાવાનો ઢોંગ પણ કરીએ અને અંતરઆત્માથી એટલી જ બળતરા, ઈર્ષ્યા તેમજ નફરત સાચુ ને..! ક્યાંક સામેવાળાને ખરીખોટી સંભળાવીએ. લોકોનું કલ્યાણ તો દૂર ઉપરથી સામેવાળામાં બે અવગુણો શોધીને આપી દઈએ પછી ક્યાંથી થયા આપણે જ શિવ?

શિવને પ્રસન્ન કરવા એ કળિયુગમાં ખૂબ જ સહજ વાત છે. થોડું દૂધ, પાણી તેમજ અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના ખોળામાં પણ વધેરીશું તો એ પણ આપણામાં શિવત્વનું બીજારોપણ જ થયું કેહવાય. જેમના પાસે વસ્ત્રોની પણ ઉણપ હોય તેવાને થોડા સારા કપડાં આપીને પણ એમના જીવનમાં ખુશી જ નાખીશું તો એ પણ શિવત્વનો ગુણ જ છે. સામેવાળા વ્યક્તિના પ્રત્યે ઈર્ષ્યા ત્યાગી દઈએ તોપણ એ આપણામાં શિવત્વ જ થયું. પણ આપણે ખરા અર્થમાં શિવ નો અર્થ સમજી જ શક્યા નથી અને ઘણુંખરું સમજી પણ જઈએ તો જીવનમાં તેનો અમલ કરતા નથી.

શિવ સદા સૌનું કલ્યાણ જુએ છે. ભલે તે લૂલો હોય કે પાંગળો, અભણ હોય કે ગરીબ. શિવ સદા ભેદભાવ વિના કલ્યાણ જ કરે છે. જે વ્યક્તિના જીવનની ગતિ હંમેશા પોતાનાથી વધીને લોકોના કલ્યાણ તરફ હોય તેનું કલ્યાણ શિવ પોતે જ આપોઆપ કરતો હોય છે એ કેહવુ ખોટું નથી.

આજે હું લેખિકા તરીકે શિવ વિશે પ્રથમવાર લખી શકી છું એ પણ મારા પર થયેલી શિવની જ કૃપા છે એમની મરજી વિના હું કઈ પણ ના લખી શકી હોત. કેહવાય છે ને કે ઈશ્વરની મરજી વગર તો વૃક્ષનું પાંદડું પણ નથી હલતું. આથી જો જીવનમાં શિવત્વનો તમે ગુણ સમજી શકો એ પણ શિવની જ તમારા ઉપર થયેલી કૃપા છે.

✍️ ધીનલ એસ. ગાંવિત, વલસાડ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *