
હાલમાં નવરાત્રિના પવિત્ર એવા દિવસો ચાલી રહ્યા છે. નવરાત્રી પર્વ એટલે કે જેમાં શક્તિની પૂજા, આરાધના અને નૃત્યમાં વિષશ ગરબા થતાં જોવા મળે છે. નવરાત્રી પર્વમાં માતાના અલગ અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. પ્રથમ દિવસ શૈપુત્રીની થી લઈને અંતિમ દિવસે મહિસાસુરમર્દિની તરીકે દેવીની આરાધના, પૂજા થાય છે.
નવરાત્રી પર્વ હિન્દુઓનો પરંપરાગત ચાલી આવેલો તેહવાર છે. સૌ કોઈ દેવીની શરણમાં આ ઉત્સવ દરમિયાન આશીર્વાદ લેવા જાય છે અને દેવીની પૂજા, અર્ચના અને નૃત્ય કરે છે. જગત જનની મા દુર્ગાના એવા નવરૂપો જે…૧) શૈલપુત્રી ૨) બ્રહ્મચારીણી ૩) ચંદ્રઘંટા ૪) કુષ્માંડા ૫) સ્કંધમતા ૬) કાત્યાયની ૭)કાલરાત્રિ ૮)મહાગૌરી ૯) સિદ્ધરાત્રિ. આસો મહિનામાં આવતા શુરુઆત ના દિવસો એ નવરાત્રિના દિવસો ગણાય છે. આ દિવસોમાં શક્તિની પૂજા, આરાધનાઓ થાય છે.
નવરાત્રિના આ દિવસો દરમિયાન મહિષાસુર નામના દાનવ એ દેવો તેમજ મનુષ્યમાં ખૂબ જ હાનિ પહોંચાડતો દાનવ સાથે શક્તિએ ૯ દિવસો દરમિયાન યુદ્ધ કર્યું અને મહિસાસુર ને પરાજિત કરી શક્તિએ આસુરી શક્તિ પર વિજય પ્રાપ્ત કર્યો. આથી સૌ દેવતાઓએ તેમનો જય જય કાર કરી શક્તિ ને પૂજાથી વધારી. આ દેવી શક્તિ તેજ આપણી દુર્ગા જગદંબા માનું પૂજન , આરાધના કરાતું પર્વ એટલે નવરાત્રી.
જો જીવનમાં જગદંબાની કૃપા કેળવવી હોય તો આપણી આસપાસ રહેલા તમામ સજીવો વૃક્ષો, પશુઓ તેમજ અન્ય મનુષ્ય પ્રત્યે પ્રેમ અને દયાભાવ કેળવવો જરૂરી છે. અન્યને પ્રત્યે રોષ, ઈર્ષ્યા કે બળતરાં નો ત્યાગ કરવો જરૂરી છે. કેવળ જીવનમાં નવરાત્રીના નવ દિવસો દરમિયાન શક્તિની આરાધના કરીને શક્તિને પ્રસન્ન કરી શકાય એવી વિચારધારાના ખોટી છે. દેવીના શરણમાં જવાથી ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ જેવા અનેક ફળો તેના પૂજા-અર્ચન થી પ્રાપ્ત થાય એમ છે. મા જગદંબા જેટલું પવિત્ર, નિર્મળ તેમજ દયાળુય કોઈ નથી. તેમજ જ્યારે અન્યાય થાય ત્યારે તેમના જેટલું શક્તિશાળી બનીને કાલિકાનું રૂપ ધારણ કરીને લડત આપનાર પણ એ શક્તિ જ છે. દેવીના આજ ગુણો આપણે પણ જીવનમાં અચૂક થી લેવા જોઈએ કે મુશ્કેલીના સમયે આપણે અન્યનો સાથ શોધવા કરતા આપણા જીવનની મુશ્કેલીનો ઉપાય આપણી જાતમેળે જ શોધી કાઢવો જોઈએ.
ગરબો એટલે કે ગર્ભ દીપ. નવરાત્રી પર્વમાં માટીની માટલીમાં કાણા પાડી અંદર દીવડો પ્રગટાવીને માની પૂજા થાય છે. જે આપણને સદા આપણી પરંપરાઓ સાથે જોડીને રાખે છે. ગરબાને ખરેખર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. તે માટીના ગર્ભમાં ૯ છિદ્રોની ૩ લાઈન સાથે કુલ ૨૭ છિદ્રો હોય છે, જેને 27 નક્ષત્ર મનાય છે. પ્રત્યેક નક્ષત્ર ને ચાર ચરણ હોય છે. એમ ૨૭×૪= ૧૦૮. નવરાત્રીમા માને મધ્યમાં મૂકીને ૧૦૮ વખત ગરબી ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે. જે ગરબા રમવાનું મહત્વ છે.
આપ સૌને નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતાના આશિષો ફળે એવી પ્રાર્થના.