
પ્રાચીન સમયમાં ભારતદેશની પાવન ભૂમિ પર અનેક ઋષિમુનિઓ નિવાસ કરી ગયા છે તેમજ તેમના તપો અને પૂજાઓ થકી આ ભારતની ભૂમિને પાવન પણ કરી ગયા છે. આજ ઋષિમુનિઓના એક શ્રેષ્ઠ ઋષિમુની માંથી આપણે વાલ્મિકીની ઋષિની આજે વાત કરીએ છીએ.
આ વખતે ૧૭ ઓકટોબર, ગુરૂવારના રોજ મહર્ષિ વાલ્મિકીની જન્મ જયંતી ઉજવાય છે. વાલ્મિકી ઋષિ એક મહાન મહર્ષિ તેમજ શ્રેષ્ઠ રચનાકાર હતા. વાલ્મીકિ ઋષિને આપણે સૌ આદિ કવિ તેમજ મહર્ષિ તરીકે સન્માનિત કરવામાં આવે છે. તેઓ રામાયણ અને યોગ વશિષ્ઠના લેખ તરીકે ખૂબ જ પ્રચલિત છે. વાલ્મીકિ ઋષિ થકી આપણને જીવનમાં સૌથી મોટું મહાકાવ્ય એવું રામાયણ ગ્રંથ પ્રાપ્ત થયો હતો. ધન્ય છે આ રુષિ જેમણે આપણને મર્યાદા પુરુષોત્તમ રામના જીવન વિશે જણાવીને અનેક લોકોના જીવનને સદગતિ તરફ દોરીયા છે. કહેવાય છે કે રામાયણની રચના થવા પહેલાં જ મહર્ષિ વાલ્મિકીને તેમની દિવ્ય દ્રષ્ટિથી આ રામાયણ ગ્રંથની રચના કરી હતી.
એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા ત્યાં એક મહર્ષિને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. ઋષિએ તેને કહ્યું કે, જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે? કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને ઋષિને શરણે ગયા. તેથી તે મહર્ષિ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.
જીવનમાં આપણે પણ વાલ્મીકિ ઋષિ પાસેથી આ શીખવા જેવું છે કે જો આપણા જીવનમાં પણ આપના પાપના ભાગીદાર કોઈ ન બની શકે તો પછી આપણે આપણા જીવનની ગતિ દુષ્કર્મોને છોડીને સત્કર્મો તરફ અચૂક થી વધારવી જ જોઈએ. જીવનમાં આવી અનેક બાબતો ભારતમાં બની ગયેલા એવા મહાન વ્યક્તિઓના પાસેથી શીખવા મળી જતી હોય છે.
મહર્ષિ જતાં તે ત્યાં જ જપ કરતા કરતા એટલા કાળ પર્યંત બેઠા કે, તેના શરીર ઉપર ઉધઈના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી તેને એ રાફડામાંથી કાઢયા. રાફડાને સંસ્કૃતમાં વલ્મીક કહે છે તે ઉપરથી તેનું વાલ્મીકિ એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.
એક વાર વાલ્મીકિ ઋષિ તમસા નદીને કાંઠે વિશ્રામ કરી રહ્યા. તેમના શિષ્યોમાં ભારદ્વાજ ઋષિ મુખ્ય હતા. એક વખત તે નદીએ સ્નાન કરવા ગયેલા. સ્નાન કરતાં કરતાં સામેના વૃક્ષ પર કૌંચ પક્ષીનાં જોડાં ઉપર તેમની નજર પડી. એ જોડાંમાંનો નર જે કામાસક્ત બન્યો હતો તેને એક શિકારીએ બાણ વડે વીંધી નાખ્યો. તેથી પાછળ રહેલા પક્ષીને અતિશય શોક થયો. આથી વાલ્મીકિના હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે, તેમના મુખમાંથી અનુષ્ટુપ છંદોબદ્ધ વાણી નીકળી.
मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥
પાછળથી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેના જ નામ ઉપર શતકોટિ કાવ્ય તેણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહિ. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ ને વાલ્મીકિને આદ્યકવિ કહેવાય છે.
જો વાલ્મીકિ ઋષિ એ રામાયણ ગ્રંથ ન આપ્યો હોત તો આજે આપણે મર્યાદા પુરુષોત્તમ રામના જીવન તેમજ તેમના ગુણો વિશેની સમજણ ન મેળવી શક્યા હોત. આપણે સૌ ખુશનસીબ છે કે આપણને વાલ્મીકી જેવા ઋષિની ભૂમિ પર જીવીએ છીએ તેમજ મહર્ષિ વાલ્મીકિ થકી પ્રાપ્રત રામાયણ ગ્રંથનો આપણે સૌ લાભ આજે પણ આપણે મેળવી રહ્યા છે.
મહાન વાલ્મિકી ઋષિની જન્મ જયંતી નિમિત્તે વાલ્મીકિ ઋષિને સત સત નમન.
✍️ ધીનલ એસ. ગાંવિત