19) બાળપણ – જીવનનો અમૂલ્ય ભાગ.

આપણા સૌ કોઇના જીવનની અગણિત ભૂલો માફ જો ક્યાંય માફ થાય એવું હોય તો તે આપણું બાળપણ જ છે. બાળપણનું જીવન કોઈક જ માત્ર વ્યક્તિ હોય જેને પ્રિય ન લાગે. બાળપણમાં કોઈ પણ જાતની ભાવના જેવી કે કપટ, ગુસ્સો, લાલચ, મોહ માત્ર થોડા સમય માટે આવીને જતું રહેતું હોય છે. જે કોઈપણ બાળકના મનમાં રેહતું નથી અને તેથી જ સૌ વડીલોને બાળકો વ્હાલાં અને પ્રિય લાગે છે.

બાળપણની એ સ્કૂલની રિક્ષાની સફારી હોય કે પછી શાળામાં અભ્યાસ કરાવતા શિક્ષક ન આવ્યાની ખુશી એ મનને હંમેશાં યાદ રહે છે. બાળપણની સંતાકૂકડી,સાત ટીકડી,પિન્કીપિન્કી ક્યો કલર,બરફપાણી,ચોરસિપાહી,લંગડી,સંગીતખુરશી જેવી અનેક રમતો આજે પણ મને યાદ કરતા મારા ચેહરા પર હાસ્ય આવી જાય છે. ને હાસ્ય કેમ ન આવે! આટ આટલું સુંદર બાળપણ અને બાળપણની રમતો. કદાચ આજના સમયના બાળકો મોબાઈલ ફોનની રમતો થી થોડાક સમયમાં કંટાળી જાય એવું બને પણ આવી સાહસિક રમતો જેટલો સમય રમાય ને થાકી જવાય પણ મન કદી થાકતું નથી.

મટકી ફોડના કા્યક્રમો હોય કે પછી ગણેશ ઉત્સવનો સૌ કોઈ મિત્ર શાળાનું કામ પતાવીને,  ફાળો ઉઘરાવી લાવીને આખા બોપોરમાં ઉત્સવોની તૈયારીમાં લાગી જવાનું એ પ્રસંગ કેમ કરી ભૂલાય. વર્ષાઋતુ શરૂઆતના સમયમાં પાણીમાં ભીંજાવાનું તેમજ નજીકમાં તળાવ કે નદીએ પાણી જોવા જવાનું, તેમાં કાગળની હોડીઓ તરતી મૂકીને ખુશ થવું. પતંગોત્સવ હોય ત્યારે પતંગ ને દોરીની તૈયારી અગાઉથી જ કરી લેય ને સવારે થી સાંજ સુધી માત્ર ઘરે જમવા માટે જ જવું અને પૂરો દિવસ મિત્રો સાથે મજા કરવામાં પસાર થતો.

બાળપણનો એ સમય ભલે જતો રહ્યો હોય પણ તેમ જ છતાં આ સમય ની હયાતી હજીય મનમાં જીવિત છે. જીવનમાં હંમેશા પોતાના મનને બાળક બનાવીને રાખવું જેથી જીવન પસાર કરવા સરળતા બની રહે છે. કારણકે બાળક પોતાના મનમાં કોઈ પણ વાતોને વાગોળતાં નથી હોતું. તે હંમેશા સમયના વર્તમાન સાથે જીવનનો આનંદ માણે છે. મુશ્કેલી હોય તો રડી લેય અને ખુશીઓ હોય તો ખુશ થઈને હંમેશાં જીવનમાં સ્મરણ રાખે.

આપણે સૌ કોઈએ પણ એક બાળકની જીવનનાં વર્તમાન સમયમાં જીવનમાં પ્રયત્નો કરવાના છે. કોઈના લીધે આપણે સુખ અનુભવીએ તો એ સમયને હંમેશા મનમાં યાદ રાખવું અને કોઈએ આપણને દુઃખી કર્યા હોય તો તેમને સમય જતા અચુકથી માફ કરીને જીવનમાં આગળ વધવાનું. અને આમ કરવાથી જ આપણું જીવન ખરા અર્થમાં એક ઉત્સવના જેમ ઉજવાય છે એ કેહવુ ખોટું નથી.

✍️ ધીનલ એસ. ગાંવિત (વલસાડ)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *