21) પ્રેમનું બંધન

જીવનમાં સાચી રીતે જો કહીએ તો પ્રેમ એક એવી લાગણી છે જે માત્ર અનુભવ કરવાથી પણ જીવને શાંતિ અને હૂફ અનુભવાતી હોય છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ રાધાકૃષ્ણના પ્રેમથી કોઈ પણ અજાણ નથી. પણ ખરા અર્થમાં રાધાકૃષ્ણનો પ્રેમ ઘણાખરા વ્યક્તિઓ જીવનમાં સમજી શકે તેમ નથી.

રાધાજીએ તેમનું પૂરું જીવન શ્રીકૃષ્ણને માત્ર સ્મરણ તેમજ કૃષ્ણને યાદ કરીને પસાર કર્યું હતું. રાધાજીએ શ્રીકૃષ્ણને ક્યારેય પણ ધર્મનો માર્ગ સ્થાપવા માટે રોક્યા ન હતા અને કદાચ એ સમયે રાધાજી કૃષ્ણને રોકી લેત તો આપણને જીવનમાં કદાચ ભાગવતગીતા ના મળી શકત. કળિયુગમાં રાધાકૃષ્ણ જેવો પ્રેમ ક્યાંક પણ મુશ્કેલીથી જોવા ન મળી શકે.

આજના પ્રેમીઓ માત્ર પ્રેમીનો સાથ ન મળવાથી કે માઠું લાગી જવાથી પોતાનું જીવન ત્યાગી દેતા હોય છે. પણ ખરા અર્થમાં આ પ્રેમ નથી હોતો. તે માત્ર એક મોહ તેમજ સ્વાર્થવૃત્તિ હોય છે. પ્રેમ હંમેશા પેહલા અન્યનું સુખ ઈચ્છે છે અને પછી પોતાનું. ભલે પછી અન્યનું સુખ પહેલા જોતા આપણને દુઃખ પણ કેમ ન મળે. રાધાકૃષ્ણના પ્રેમથી જીવનમાં આજ શીખ લેવા જેવી બાબત છે.

પ્રેમ માત્ર વ્યક્તિથી જ નથી થતો પણ આપણી આસપાસ રહેલા તમામ સજીવોથી થઈ શકે તેમ છે. તમારામાં તેમજ અન્યમાં રહેલા ઈશ્વરથી પણ પ્રેમ થઈ શકે તેવું છે. બસ પ્રેમને સહજ સમજવાની જરૂર છે. કોઈક તમારી આસપાસનો જીવ ભૂખ્યો હોય તો તેને ભોજન જમાડવું અથવા કોઈક વનસ્પતિને પાણી આપવું તેમજ તેનું જતન કરવું એ પણ તમારો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જ સાબિત થાય છે. કોઈપણ વ્યક્તિની જીવનમાં માત્ર મનમાં પણ નિંદા ન કરીને, કોઈક અન્યને આપણાથી વધારે સફળ ખુશ જોઈને પણ આપણે તેનું પુરા મનથી હિત જ ઇચ્છવું એ પ્રેમ જ છે.

જીવનમાં જો એકવાર પોતાના અંતરાત્મામાં જો પ્રેમ જન્મી જાય તો સમજી લેવો કે તમે ઉપરવાળા માલિકને એટલે કે પ્રભુ, ગિરિધર, પરમાત્મા તમે તેને જે પણ કહો તેના પ્રેમને તમે પામી લીધો છે. તેમનો પ્રેમ માત્ર ને માત્ર તમારું કલ્યાણ જ કરશે એ સનાતન સત્ય છે. કોઈપણ જીવને વગર છલ, કપટ એ પ્રેમ કરો તો ઉપરવાળો તમારાથી ખુશ થાય જ છે.

જીવનમાં પ્રેમ પણ ત્યારે જ થઈ શકે છે જ્યારે તમે ઉપરવાળા માલિકના પ્રેમને પામવા યોગ્ય બનો છો. આથી જ પ્રેમનું બંધન ક્યારેય પણ વિસરાય નથી જતું કે નથી તે બંધન તૂટી જતું. તે હંમેશા પોતાના અંતરઆત્મા અને ઈશ્વર સાથે અનેક જન્મો સુધી બંધાયેલું રહે છે.

✍️ ધિનલ એસ. ગાંવિત,વલસાડ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *