12) પ્રત્યેક સ્ત્રીમાં દેવી શક્તિ રહેલી છે.

હાલમાં સૌ ભક્તજનો શક્તિની પૂજા ઉપાસના ભરપૂર ઉત્સાહભેર થી કરી રહ્યા છે. ખૂણે ખૂણે માંની આરતી ગાયને ગરબા, રાસ રચાય છે. અને માં સૌને આશીર્વાદ આપે છે. સૌના જીવનમાં પ્રગતિ પ્રસિદ્ધિ લાવે છે.

પણ એવી ખબરો પણ આપણને રોજ ક્યાંક ને ક્યાંક જણાતી જોવા મળે છે જ્યાં નારી શક્તિનું સન્માન ન પણ જળવાય. પ્રત્યેક સ્રી માં ક્યાંક ને ક્યાંક શક્તિનું સ્વરૂપ છુપાયેલ છે. બસ એ આપણી તર્કશક્તિ તેમજ નારીશક્તિને જોવાની વિચારણા બદલવી પડે છે.સંસારી જીવનમાં દરેક સ્ત્રીઓ પોતાની ફરજો બજાવી ને પણ જીવનમાં પ્રગતિ તેમજ પ્રસિદ્ધિ હાસિલ કરે છે.

પોતાના વૈવાહિક જીવનમાં ક્યારેક સંતાનોના સુખ ના લીધે તો ક્યારેક પોતાના પરિવાર પ્રત્યે કઈક પણ ત્યાગ કરવા હંમેશાં તત્પર રહેતી હોય છે. ચાર દીવાલોમાં ક્યારેક તે પતિના ગુસ્સાને પીય જતી હોય તો ક્યારેક તે પોતાના શરીર પર પણ પરિવારજનોના સુખ માટે પતિનો જ માર ખુશી ખુશી સહન કરી જતી હોય છે. નથી તે કોઈને જણાવતી કે નથી તેના સંતાનો આગળ પિતાની ખરાબ છબીની રજૂઆત કરતી હોય છે.

એવું નથી કે પુરુષો ત્યાગ અને બલિદાનો નથી આપતા. આપણા બદલાતા સમાજમાં કેટલાય પુરુષોના એવા પણ ઉદાહરણો છે જે નારી શક્તિનું ભરપૂર સન્માન કરતા હોય છે. ભલેને તે પછી સ્ત્રીનું મૂડ સ્વિગ્સ પણ કેમ ન હોય સ્ત્રીનો ક્રોધને હસીને સહી જતા પુરુષો પણ આ સમાજમાં છે જ. ક્યારેક સ્ત્રીને હસાવે તો ક્યારેક તેને પ્રેમથી આલિંગન આપે. અને આવનારી દરેક પેઢીએ આ શીખવાનું જ છે.

સ્ત્રીની પરિભાષા કોઈ પણ યુગમાં જોઈએ તો તે શક્તિનું પ્રતીક જ છે. ભલે પછી તે ત્રેતાયુગમાં રામના પત્ની સીતાજી હોય કે પછી ગૌતમ ઋષિના પત્ની અહલ્યા હોય. સ્ત્રી હસતા હસતા સહી જતી હોય છે સ્ત્રીને પોતાના પરિવાર પ્રત્યે કોઈ પણ પ્રકારનું દુઃખ સહન કરતા તેને ઓછું જ લાગે છે. તેની સહનશકિત કોઈ દિવસ પણ ખૂટી નથી પડતી.

દ્વાપયુગમાં દ્રોપદીની વાત કરીએ તો પોતાનાં ચીરહરણ સમયે પોતાના પાંચ માંથી એકેય પતિનો સહારો ન મળવા છતાં પણ મહાભારતના યુદ્ધ સમયે પોતાના પાંચેય પતીઓનું મનોબળ મજબૂત બનાવ્યું હતું. અને પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો હતો. ભલે યુગ ગમે તે હોય પણ સ્ત્રી હંમેશા શક્તિના અનેક રૂપે ઉદાહરણો આપી જતી હોય છે.

શક્તિની આરાધના માત્ર નવરાત્રીના દિવસો દરમિયાન સુધી સીમિત ન રહે અને આપણી આસપાસ તેમજ ઘરની દરેક દેવી શક્તિને માતા, બહેન કે દીકરી તરીકે પુંજીએ એ જ ખરા અર્થમાં શક્તિની આરાધના. સૌ સ્ત્રીઓમાં રહેલી દેવી શક્તિને સત સત નમન. મા જગદંબાના આશિષ સૌને ફળે.

ધીનલ એસ. ગાંવિત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *