6) અહંકાર એ માનવીનો એવો શત્રુ

આજનો દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં ક્યાંક પૈસા ની જરૂરિયાત લીધે તો ક્યાંક તે પૈસા ના લોભ ને લીધે ભાગદોડ કરતો જોવા મળે છે. પૈસા એ જીવન પસાર કરવા માટેની પ્રત્યેક વ્યક્તિની આર્થિક જરૂરિયાત છે. પણ જ્યારે જીવનની આજ ભાગદોડમાં વ્યક્તિ પોતાના જીવનની પરિભાષા બદલી નાખે ત્યારે તે પોતાનું જીવન અંહાકર સાથે પસાર કરવાનું ચાલુ કરે છે.

અહંકાર એ માનવીનો એવો શત્રુ છે જે તેને જીવનના મોટા થી મોટા હોદ્દા કે પદ ઉપર થી નીચે લાવીને મૂકી દેય છે. જ્યારે વ્યક્તિ પોતાના હોદ્દા ઉપર થી નીચે આવી જાય છે ત્યારે તેના જીવનને કશુંય શાંતિ આપી શકે એમ નથી. શેષ કઈક રહે છે તો તે છે પસ્તાવો.

જીવનની આર્થિક જરૂરિયાત વ્યક્તિનું જીવન પૂર્ણ ન થાય ત્યાં સુધી ઊભી તો થવાની જ રહી. તેથી જ જીવનને જીવતા જીવતા ઉજવતા પણ રેહવું એ જિંદગી જીવવાની વધારે સાર્થકતા છે. આ જીવનમાં ખુશ રેહવાની એક સરસ જડીબુટ્ટી જો કહીએ તો એ આ જીવનમાં આપણા થકી અન્યને ખુશ કરતા રેહવાની છે. આપણું જીવનસાથી, આપણા કુટુંબીજનો, આપણા સાથે જોડાયેલા તેમજ સુખ દુઃખમાં સહારો આપી જનારા બંધુઓ તેમજ આપણી આસપાસના તમામ સજીવો (વનસ્પતિ તેમજ અબોલ જીવો) આ તમામ ને આપણી બનતી શક્તિ એ ખુશ કરવાની જવાબદારી એટલે જ જીવનમાં ખુશ રેહવા માટેની જડીબુટ્ટી.

જીવનમાં આવ્યા પણ એકલા અને જશું પણ એકલા જ. વ્યક્તિ અહી આ દુનિયામાંથી જીવનના પેલે પાર મૃત્યુ તરફ કઈક જ લઈ જતો નથી. અહી જ બધું આપીને જવું પડતું હોય છે. અને હા ! જીવનના પેલે પર ગયા પછી પણ જો આપણે અહી થી પોતાનુ નામ જીવંત રાખવાની ઈચ્છા જો હોય ને તો અહી સત્કર્મો કરવા પડે. નિંદા ને છોડીને અન્યના દુઃખમાં હાથ ધરી જીવનને જીવવું પડે અને આપણી આસપાસના તમામ ને બનતા પ્રયત્ને ખુશ કરવું પડે. જો તમે તમારું સંપૂર્ણ જીવન આ રીતે પસાર કરો તો જીવનના પેલે પાર મૃત્યુ તરફ ગયા પછી પણ તમારો આત્મા અન્યના દિલમાં પરોવાય ને હંમેશા માટે જીવતો રહે છે. તેમજ આજ સત્કર્મો ની નોંધણી ઉપરવાળો માલિક દરેક પળે કરતો હોય છે.

જીવનની ભાગદોડ થી સમય કાઢીને પર્વતો કે દરિયા કિનારે સાંજ પસાર કરવી એ પણ એક રીતે જીવનની ઉજવણી જ થઈ કેહવાય. વળી એવું નથી કે કાયમ જીવનને ઉજવવા માટે બહાર પ્રવાસ માટે નીકળી જવું અને જીવનમાં કોઈ કાર્ય જ નહિ કરવું. લાંબા સમયના કાર્ય પછી પ્રવાસ કરવો એ હુંફ, ઊર્જા તેમજ જીવનની ઉજવણી પણ કરાવી જાય તેવું છે. વધુ નહિ થાય તો કઈક ભોજનની વાનગી બનાવીને તેમજ નિયમિત એક ટાઇમ પરિવાર સાથે જમવા બેસીને થોડી મોજ મસ્તી કરવી એ પણ જિંદગીની ઉજવણી જ છે. 

જિંદગી એટલી પણ કંટાળાજનક નથી જો આપણી સાથે સાથે આપણે અન્યને પણ ખુશ કરતા જઈએ અને પોતાના જીવનને ઉજવતા રહીએ. જય શંભુ નારાયણ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *