7) અબોલ જીવો સાથે દયામણા થઈએ

આજના સોશિયલ મીડિયાના જમાનામાં માણસાઈ નામનો ગુણ તો કદાચ નિશેષ જ જોવા મળે છે. વળી એવું પણ નથી કે માણસાઈ જેવું કંઈ રહ્યું જ નથી! મારું આ લખાણનો ઈશારો પણ મને ભગવાનનો જ એક સંકેત હોય એમ હું માનું છું. આપણા જીવનમાં આપણી આસપાસના રહેલા સજીવો બહુમૂલ્ય ફાળો ધરાવી રહ્યા છે. આપણી આસપાસની રહેલી વનસ્પતિ આપણને હવામાં ઓક્સિજન પૂરો પાડે છે તેમજ આપણી આસપાસ રહેલા અબોલ જીવો આપણને પ્રેમની લાગણી શીખવી જાય છે.

આપણે દરેક મનુષ્યો અથવા તો અનેક જીવો વૃક્ષો, પશુ પક્ષીઓ બધા જ આ દુનિયામાં જન્મ લઈને આવીએ છીએ અને મૃત્યુ લઈને જઈએ પણ છીએ આ વાત થી કોઈ પણ વ્યક્તિ અજાણ નથી. પરંતુ જે આ જન્મ અને મૃત્યુનો સમય હોય છે તે દરમિયાન ઉપરવાળો માલિક આપણી ઘણી પરીક્ષાઓ લેતો હોય છે. ભલે તે પરીક્ષા પછી ઘમંડ, સ્વાભિમાન, કે પછી દયાળું, આદર્શ , નીડર જેવા અનેક ગુણોની પરીક્ષા ઉપરવાળો માલિક સમયે સમયે કરતો હોય છે.

જ્યારે તમને જીવનમાં કોઈક વાર એવું અનુભવે કે અરે રે… આ કેવું મારા જીવનમાં જ થવાનું રહ્યું? ત્યારે સમજી જજો ઉપરવાળો માલિક તમારી પરીક્ષા કરે છે. અને એ તો માત્ર એક પરીક્ષા જ છે. પરિણામ એ સારું જ આપશે. એ વિશ્વાસ જો ઉપરવાળા માલિક પર આપણે રાખીને જીવન જીવીએ તેમ જ આપણા જીવનને ખુશીથી ઉજવીએ તો જ ખરા અર્થમાં જીવન માણ્યું કહેવાય.

જો કોઈ નાનું જીવ તેની માતાથી ભટકાય જાય, આ જીવનમાં આવનારા અવાર નવાર પરાક્રમો સાથે તેની લડવાની તાકાત ના હોય, પોતાનું જીવન ટકાવી રાખવાની તે જીવમાં ક્ષમતા ન જણાય તો તમારા જીવનમાં પગ મુકેલ એ જીવને અપનાવો કારણ કે એ જીવ એની આપમેળે તમારા પાસે નથી આવ્યું. તમને અને એ જીવ બને વચ્ચે સંગમ કરાવવા વાળો એકમાત્ર ઉપરવાળો માલિક એટલે કે તમે એને ઓળખો જ છો જે ઈશ્વર, ભગવાન, અલ્લાહ, ખુદા, ઈસુ, પિતા, કે પરમાત્મા Whatever તમે તેને જે પણ કહો.

એક કલ્પના કરી જુઓ કે આપણું જ કોઈ બાળક કે પછી કોઈક અંગત વ્યક્તિને સાથે આ નાનો જીવ જે પોતાની માતાથી અલગ પડેલ છે. જે પોતાના જીવનમાં આવનાર પરિસ્થિતિ સામે લડત આપી શકતો ન હોય. જે પોતાનું ભોજન અને કોઈક મનુષ્યના પ્રેમની શોધમાં હોય તો તેવા માટે તમારા હાથમાં લાકડી નો ઠપકો આપી ને તે જીવને તમારાથી દૂર કરવાનું પસંદ કરશો કે પછી તેની સંભાળ રાખવાનું! એક મનુષ્ય જ છે જે ધન દોલત માં સુખ શોધે છે બાકી બેજુબાન જીવો તો માત્ર પ્રેમમાં સુખ શોધે છે. એમના સાથે સાચું શું થઈ રહ્યું છે અને ખોટું શું એ તો આ નિર્દોષ જીવ પણ સમજે છે પણ તેઓ આપણી વાણીમાં બોલી નથી શકતા. આથી જ તેમને પ્રેમથી આલિંગન આપવું જોઈએ. આમ કરવાથી ઉપરવાળો માલિક પણ આપણા ઉપર જરૂરથી સ્મિત કરશે.

માણસાઈ તો વેચવાથી વધે જ છે. પરંતુ અપનાવાની હિંમત તો એ જ રાખતો હોય છે જે ભગવાનની ચુનોતીઓને સમજી જતો હોઈ છે અને ત્યાંથી નાસીપાસ થવાને બદલે Accepted કરતા સમજેલો હોય છે. જેટલો પ્રેમ માણસ પ્રત્યે રાખો છો ને એટલો જ પ્રેમ પશુ પક્ષી પ્રત્યે પણ રાખવો જરૂરી છે. કારણ કે આપણું આ જીવન માત્ર આપણા કર્મથી જ નહીં પરંતુ આ પ્રકૃતિમાં રહેલા વૃક્ષો, ફળ – ફૂલો, પશુ-પક્ષી જેવા પ્રકૃતિના અનેક પરિબળોથી જોડાયેલું છે અને ત્યારે જ આપણું જીવન સંપૂર્ણ પણ બને છે.

આટલી વાત જો દરેક વ્યક્તિને સમજાઈ જાય ને તો રાતે ભોજન માટે ભટકતાં કુતરા જેવા અનેક જીવો તેમજ પોતાના માતાથી દૂર થયેલા તમામ નાના-મોટા જીવોનું જીવન બચી જાય તેમ છે અને આમ કરવાથી ઉપરવાળો માલિક તો આપણા થી ખુશ થતો જ હોય પરંતુ તેની સાથે સાથે આપણા મગજનો વિકાસ પણ ખીલે છે. અન્યથા એ પ્રાણી કે વૃક્ષો પ્રત્યેની મૈત્રી સાથે થી જે આપના મનમાં લાગણી, દયાળું, મિત્રતા જેવી અનેક લાક્ષણિકતાઓ કોઈ વ્યક્તિ સાથેની વાતચીત કરવાની થેરાપી થી પણ નથી ખીલતી.

જીવનમાં આપણે એકલા ખાલી હાથે આવ્યા છીએ અને એકલા ખાલી હાથે જવાના પણ છે. આ કથન દરેક વ્યક્તિએ સાંભળ્યું જ હશે. તો પછી જો આપણા થકી થોડીક પણ મદદ   અબોલ જીવોને મળી જાય તો, એ અબોલ જીવને થયેલો હાશ આપણને ખૂબ જ સંતોષ આપી જાય તેમ છે. દરેક વ્યક્તિના જીવનમાં કરુણતાનો ભાવ હોવો જ જોઈએ. જો વ્યક્તિ કરુણતાનો ભાવ પોતાના જીવનમાં ન કેળવે તો તે વ્યક્તિનું જીવન માત્ર રાક્ષસી જીવન બરાબર જ હોય છે. તે વ્યક્તિને જીવનમાં સંતોષ કોઈ પણ જગ્યાએ મળતો નથી.

અહીં આ લેખ લખતા એક ખાસ વ્યક્તિની યાદ આવે છે જે ખૂબ પ્રેરણા આપી જાય છે, ભારત દેશના મહાન વૈજ્ઞાનિક એવા ડો. જગદીશચંદ્ર બસુ. જેઓ એ પહેલી વાર એવું સાબિત કર્યું હતું કે વનસ્પતિઓમાં પણ મનુષ્યોના જેમ જ સંવેદનશીલતા હોય છે. જે રીતે આપણે દરેક મનુષ્ય સુખ અને દુઃખનો અનુભવ કરી શકીએ છીએ તે જ રીતે વનસ્પતિઓને પણ સુખ અને દુઃખનો અનુભવ થાય છે. ડો. જગદીશચંદ્ર બસુએ પોતાના પ્રયોગના લેખમાં વર્ણવ્યું કે તેઓએ એક છોડની સામે જઈને તે છોડને ખૂબ જ કટ્ટુ બોલતા હતા અને બીજા છોડ ની આગળ જઈને તેઓ છોડની ખૂબ જ પ્રશંસા કરતા હતા. જે છોડના સામે જઈને તેઓ કટુ બોલતા હતા, તે છોડ કરમાઈ ગયું. આજ રીતે પ્રયોગ કરીને ડો. જગદીશચંદ્ર બસુએ સૌપ્રથમ વાર સાબિત કર્યું કે વનસ્પતિઓમાં પણ આપણા માણસોની જેમ જ એક જીવ રહેલો છે અને આથી જ આપણે આપણી આસપાસ રહેલા વૃક્ષો પ્રત્યે દયા કેળવવી જરૂરી છે તેમજ તેને પાણી આપીને તેનું જતન કરવું જોઈએ.

અંતમાં, અબોલ જીવોને બનતી મદદ કરીએ અને તેમનું જીવન ઉજાગર કરીએ અને એક શ્રેષ્ઠ હિન્દુરાષ્ટ્રનું અસ્તિત્વ ટકાવી રાખએ.

✍️ ધીનલ એસ. ગાંવિત (વલસાડ)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *